અલગારી
અલગારી
કોઈ કહે તું અલ્લડ છે, કોઈ કહે અલગારી,
કોઈ કહે તું કટ્ટર છે, કોઈ કહે નિરંકારી,
દ્રષ્ટિ ભેદથી પાડ્યા ભાગ, અહીં લીલા તારી ન્યારી,
વણ ત્યજે ખેદથી લલકાર્યા રાગ, અહીં શીલા તારી પ્યારી,
કંઇક દૈવ દિગંબર કહેવાયો, તો દૈત્ય કહી પણ પૂજાયો,
કંઇક પૂજ્ય પયગંબર કહેવાયો, તો ઐયાર કહી પણ ત્યજાયો,
જેવો જેણે દિઠ્યો તુજને, તેવો તુજને મુલવ્યો,
જેવો મળશે મેવો મુજને, તેવો તુજને ખિલવ્યો,
કોઈ કહે તું અલ્લડ છે, કોઈ કહે અલગારી,
જેવો જેણે દિઠ્યો તુજને, તેવો તુજને મુલવ્યો !