રંગ
રંગ
ચિત્ર કે ચિતારો કંઈ બની ને હું શું કરુ?,
હોવ જો આપ મુજ સંગે તો હું એમ જ ઘુંટાયા કરુ.
હું તો કોરું પાનુ આપ રંગો એમ રંગાયા કરુ,
ને પછી આપની જ પિંછીએ રોળાયા કરુ.
રંગ ભલેને ગમે તે હોય હું તો ધોળાયા કરુ,
માનીને હોળી રોજ એમજ રોળાયા કરુ.
આંખો ન થાકે ત્યાં સુધી દેખાયા કરુ,
કંકુ હોય કે મેશ હું તો ઘોળાયા કરુ.
રંગ આમેય જિંદગીમાં ઓછા કેમ કરુ,
આપ રંગો તો શાને ના રંગાયા કરુ.