દાંપત્ય
દાંપત્ય
અજાણ્યા સાથે જાણી જોઈને, જીવન ભર
ચાલવાનું મૂક સમ્મતિનું ફરમાન એટલે દાંપત્ય,
ફરમાન પછી તે ફરમાનની
અમલગીરીની બજવણી એટલે દાંપત્ય,
વગર તોળ્યે કે વગર ચોર્યે ફેકાયેલા શબ્દોને
સસ્મિત જીલવાની જવાબદારી એટલે દાંપત્ય,
એકમેકની અપૂર્ણતા સ્વીકારીને સંપૂર્ણતા તરફ
વગર આછ્ક્લાઈથી મંડાતું ડગ એટલે દાંપત્ય,
નાની નાની રકજક અને તીખા પ્રહારોને,
વળતીજ ક્ષણે ભૂલીને, હળવા સ્મિત સાથે ફરીથી,
તેજ રસ્તે ખૂબ વહાલ અને હૂંફથી
ચાલ્યા ક
રવાનું એટલે દાંપત્ય,
એકમેકના સહવાસમાં મધમધતા
ફૂલોની સુગંધ કે કાંટા સાથે રહેલ
ગુલાબને વગર તોડયે
માણતા રહેવાની તપશ્ચર્યા એટલે દાંપત્ય,
એક અજાણ્યા રંગમચ પર
અજાણ્યા સાથી સાથે, અજાણ્યા સંવાદથી ગૂંથાતું,
ભજવાતું અને જીવાતું નાટક્ એટલે દાંપત્ય,
આમતો, શબ્દોમાં જેને વર્ણવી ના શકાય
અને જીવનભર માણ્યા પછી પણ હજુ થોડું લંબાય,
તેવી છૂપી જંખના એટલે દાંપત્ય,
અને આખરે સંપૂર્ણ સમર્પણ પછીની
સમગ્રમયતા એટલે દાંપત્ય.