ઊડતી પતંગ
ઊડતી પતંગ
સનસન સનસન હવા ઊડી,
પતંગ સંગ તે તો ઊડી,
સંગ પોતાની માંજા લઈ ઊડી,
પિયુ મિલન ને તે તો ઊડી,
ઊંચે ઊંચે આકાશે ઊડી,
જઈને મેઘમાં તે તો ઊડી,
લઈ પીયુ માટે મેસેજ ઊડી,
ઢીલ લઈને ઉપર ઊડી,
લઈ પીયુની પતંગ ઊડી,
એકમેકમાં ખોવાઈ ને ઊડી,
સાથે મળીને તે તો ઊડી,
પિયુની બાહોમાં ઊડી,
ધીંગામસ્તી કરતા ઊડી,
પેચ લડતા તે તો ઊડી,
સનસન સનસન હવા ઊડી.

