એક ટીપું
એક ટીપું
પડ્યું હતું ગાલ પર આંખેથી એક ટીપું,
જોઈ રહ્યું હતુંં તે દર્પણ બનીને,
નાચી રહ્યું હતુંં આંખેથી એક ટીપું,
ઝૂમી રહ્યું હતુંં તે તપૅણ બનીને,
છલકાઈ રહ્યું હતુંં આંખેથી એક ટીપું
ઝીલી રહ્યું હતુંં તે છલકણ બનીને,
શરમાઈ ગયું હતુંં આંખેથી એક ટીપું,
લાલ બની રહ્યું હતુંં તે અર્પણ બનીને,
સમર્પિત થઈ રહ્યું તું આંખેથી એક ટીપું,
ઝંખી રહ્યું હતુંં તે સમર્પણ બનીને,
પડ્યું હતું ગાલ પર આંખેથી એક ટીપું,
જોઈ રહ્યું હતુંં તે દર્પણ બનીને.

