પ્રેમ - આકર્ષણ
પ્રેમ - આકર્ષણ
અચાનક આવી જીંદગીમાં, જીંદગી બની ગયો,
મળી એકવાર, અઢડક વહાલ વરસાવી ગયો.
લખેલું મારું વાંચી વાહવાહ કરી ગયો,
પણ મૌન મારું સાંભળી કાનમાં કંઈક કહી ગયો.
ભરીને પોતાની બાહોમાં, ડર ભગાવી ગયો,
હું છું તારી સાથમાં એવું સમજાવી ગયો.
ક્ષણભરનું આ આકર્ષણ નહી એમ કહેતો ગયો,
જીંદગીભર નિભાવીશ સાથ એમ સમજાવતો ગયો.

