STORYMIRROR

Chhaya Shah

Romance Fantasy Others

4  

Chhaya Shah

Romance Fantasy Others

દિલની પતંગ

દિલની પતંગ

1 min
409

ઊડી ઊડી જાય, ઊડી ઊડી જાય,

મારા દિલની પતંગ આજ ઊડી ઊડી જાય,

કનકદોરીને બાંધ આજ હવા તેજ થાય,

મારા દિલની પતંગ આજે ઊડી ઊડી જાય.


ચાલે ભેરુ ને સંગ, લાલ દોરીને રંગ,

ધાબા તણા તારા પગ મંડાય,

મારા દિલની પતંગ આજ ઊડી ઊડી જાય.


લાલ પીળા ચટ્ટક, આસમાને અધડક,

ઘરતી જાણે આસમાને ભેટાઈ,

મારા દિલની પતંગ આજ ઊડી ઊડી જાય. 


બોર ગંડેરી પાક, ખાવ ઊંધિયાના શાક,

ખાતા ખાતા ચટાકા લેવાય,

મારા દિલની પતંગ આજ ઊડી ઊડી જાય. 


માર કાપ્યાની બૂમ, પછી પકડ્યાની ઘૂમ,

કોઈ પકડે, કોઈ તો ફસાય,

મારા દિલની પતંગ આજ ઊડી ઊડી જાય. 


કોઈના હૈયાની વાત, કોઈ આપે અણસાર,

બંને દિલ વચ્ચે જો પેચ લડાય,

મારા દિલની પતંગ આજ ઊડી ઊડી જાય. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance