નાનપણ
નાનપણ
પાપા પગલી કરતા કરતા,
ઘરના આંગણે રમતા રમતા,
ફેરફુદડી ફરતા ફરતા ,
સંતાકૂકડી રમતો રમતા,
નાના મોટા ઝઘડા કરતા,
એકબીજાને લડતા ચીડવતા,
ઝપાઝપી ને વાળ ખેંચતા,
એકબીજા ને હસતા હસાવતા,
જીવનની મજાઓ માણતા,
સુખ દુઃખમાં સાથી બનતા,
એકબીજાથી ચઢિયાતા બનતા,
કદી કશું ના ખોટું લગાડતા,
એવું તો જીવન અમે જીવતા.
ફોનની દુનિયા થી દુર રહેતા,
ટી.વ્હી. જોવા ના ઉભા રહેતા,
લોકોના દિલોમાં વસતા,
એકબીજાના ઘરે જતા,
પૂછવા કદી ના ઉભા રહેતા,
સાથે જમતા, સાથે ફરતા,
ક્યારે કદી ના પૂછવા રહેતા.
કાકા કાકી સાથે રહેતા,
કદી ખીજાતા કદી મારતા,
તો એ કદી ના ચુ ચા કરતા,
હસતે મોઢે માર ઝીલતા,
મોટા ની સામે ના બોલતા,
ખરી મજા ની જિંદગી જીવતા.
