એક સપનું
એક સપનું
અજાણતા જ ખીલ્યું હતું આંખમાં એક સપનું,
અચાનક ખરી પડ્યું તે તો આંસુ દ્વારા એક સપનું,
નામ એનું હતું મઝાનું રમતું તું આંખમાં એક સપનું,
પ્રેમ હતો આલિશાન, નામ તેનું હતું એક સપનું,
પંતગિયાની પાંખે બેસી, આવ્યું હતું એક સપનું,
ગુંથ્યું હતું શ્વાસે શ્વાસે સોનેરી મેં એક સપનું,
ધબકારા પ્રેમના ધબકાવી ધબકાવ્યું'તું એક સપનું,
ખ્યાલો મનમાં સજાવી જીવ્યું હતું એક સપનું,
અજાણતા જ ખીલ્યું હતું આંખમાં એક સપનું,
અચાનક ખરી પડ્યું તે તો આંસુ દ્વારા એક સપનું.

