STORYMIRROR

Lata Bhatt

Drama Fantasy

3  

Lata Bhatt

Drama Fantasy

શમણું સકલ આ ફૂલ ગુલાબી

શમણું સકલ આ ફૂલ ગુલાબી

1 min
398


આંખે મઢ્યું લાગે નવાબી,

શમણું સકલ આ ફૂલ ગુલાબી,


આંખોના સરનામે મળેલું

પરબિડિયું જાણે જવાબી.


ઝાંક્ળનો પ્યાલો રોજ પીઉ,

થઇને હું તો પાક્કો શરાબી.


કરતા રહો વાતો બધીયે,

સપનાની લો આવી કિતાબી.


સપનાની હું ક્ષણક્ષણને માણું,

જીવનનો હું માણસ હિસાબી.


(ઝાંકળ ભીના ઝાડ' આગામી કાવ્યસંગ્રહમાંથી)


Rate this content
Log in

Similar gujarati poem from Drama