અંધારી રાત
અંધારી રાત
જો આ અંધારી રાત ના હોત તો,
આ ચાંદ ને તારા સાથે અન્યાય થાત,
કોઈ ની યાદોમાં રડતી એ
આંખો સાથે અન્યાય થાત,
છે અનેક રહસ્યો દફન
આ અંધારી રાતમાં,
નથી ઓળખ એ અસ્તિત્વની
જે રોજ વિલીન થાય છે,
આ અંધકાર ને પ્રકાશ વચ્ચે....
