STORYMIRROR

Parul Thakkar "યાદે"

Fantasy Romance Tragedy

3  

Parul Thakkar "યાદે"

Fantasy Romance Tragedy

ખબર નથી

ખબર નથી

1 min
781


રિસાયું છે કોઈક ખબર નથી શું છે ?

ઘવાયું છે દિલ ખબર નથી શું છે ?


મળી જો જાય તો હમણાં સાચવીને મૂકી દઉં..

ખોવાયું છે કૈક ખબર નથી શું છે ?


પાસે આવે તો પ્રેમે બેસાડી દઉં..

ચાલ્યું ગયું દૂર કોઈ ખબર નથી શું છે ?


નથી જરૂર ઉપરછલ્લા મલમની...

ભીતરે દઝાડે છે કાંઈ ખબર નથી શું છે ?


હોય જો વિવાદ તો "પલ" માં કહી દઉં..

મૌન રહી તડપાવે છે કોઈ ખબર નથી શું છે ?


આવે જો આંગણે હરખે આવકારું...

"યાદો"ના દ્વાર ખખડાવે છે કોઈ ખબર નથી શું છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy