STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy Inspirational

નિ:શબ્દના પરમ પડઘા

નિ:શબ્દના પરમ પડઘા

1 min
364

ફૂલ શબ્દોના બિછાવ્યા છે રાહ પર,

જાત કુરબાન કરી છે જો ચાહ પર,


હૃદય નીચોવી નાખ્યું અમે તો આજ,

ઝાકળ પ્રીતની છે પથરાઈ પાત પર,


અમે હાર્યા હસતા હસતા આ ખેલમાં,

જીવન અર્પણ થયું છે આ ભાત પર,


નહિતર છે શું વિસાત મારી હસ્તીની,

મહેકતો રૂઆબ છે હવે આ જાત પર,


ઝૂકેલી પાંપણોમાં હસતું મૌન તારું,

જીવી રહ્યો છું મોજથી આ ઘાત પર,


કોરી લાગણીઓને ભીંજવી દે હવે તું,

વરસી જા વાદળ બની આ ભાવ પર,


પંખુંડિઓ વચ્ચે મહકી રહ્યું છે સ્મિત,

જો આંસુઓ પણ હસ્યા આ વાત પર,


સંસારી સંબંધ તો જાણે એક પડછાયો,

કેમ ભરોસો કરું છાયાની જાત પર,


નિ:શબ્દના "પરમ" પડઘા મહેકી ઊઠે,

"પાગલ" શબ્દ ફૂલોથી તું રોજ વાર કર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy