STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Classics Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Classics Others

હું કોણ છું ???

હું કોણ છું ???

1 min
12

કેન્દ્રબિંદુથી સીધાં કિરણ ના સવાલ જેવો આ હું કોણ છું?
ભવની એકેય ભૂમિતિ ન ભાખે એવા ત્રિકોણનો ચોથો કોણ છું !! 

આમ જુવો તો અનંત અનંત વિસ્તરીને વ્યાપ થયેલો કણ છું,
ને પરિઘથી પાછા વળી શકો તો શાંત કેન્દ્રનો ખાલી ગણ છું !!

જીવનની આપાધાપીમાં અંતે વરતાય એવી વ્યર્થ દોડ છું,
અને મને કોઈક જ જીતી શકે એવી હવા હારે દોડની હોડ છું !!

પળ પળનો કરો ભાંગી ને ભુક્કો તો સ્વાદમાં મીઠો મીઠો ગોળ છું,
નહિં તો ભાવિ અતિતના રોદણામાં કાયમ કડવી દવાનું ધોળ છું !!

ફૂલો ઉપર ઝાકળના મોતી જેવી દુલહનના રૂપમાં નવી ભોર છું,
ગુલમહોર ને ગરમાળે સૌને ગમે એવી બલબળતી બપોર છું !!

શીતળતાથી તરબોળ રાતમાં ચંદાની ચાંદની ઝાકમઝોળ છું,
ને હું જ લપાઈને કાળી બોડમાં અમાસ રૂપે અંધારું ઘનઘોર છું !! 

મધરાતના સન્નાટામાં સૂતેલો શાંત શાંત અલ્હાદક શોર છું,
ને આકાશે અથડાતા વાદળોમાં વીજ ચાબૂકે છંછેડાયેલો શેર છું !! 

હર અંકુરમાં હું જ જિંદગીથી છલકતો છતાંયે ખાલી જામ છું,
ને નનામીમાં વગર સંપત્તિ ના સમ્રાટ સિકંદરનો ખાલી હાથ છું !!

ધારું તો હિમાલય ને ભેટી શકું એવા હાથની વિશાળ બાથ છું,
ને સ્મશાનમાં તો હાથ ન આવે એવી ઉડી ગયેલ ચપટી રાખ છું !!

અઢળક અંતર સંપત્તિ સંગ આળોટુ એવો આજ ધનકુબેર છું,
"પરમ" અમીરીનો માલિક બની રાજા જેવો "પાગલ" પૈસાદાર છું !!

ગોરધનભાઈ વેગડ
(પરમ પાગલ) - સુરત


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics