Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Classics Inspirational

4  

Gunvant Upadhyay

Classics Inspirational

જનાબ

જનાબ

1 min
13.3K

અવસર સમું જો આંખને કંઈ જોઈએ જનાબ;

ઝાકળ મઢેલાં ફૂલને તો શોધીએ જનાબ !

મારું ફકત; મારે ફકત એવું ય છોડીએ;

-ને છોડ લીલાં લાગણીનાં રોપીએ જનાબ !

અસ્તિત્વ જેનું છે નહીં એને ય ખોળીએ;

રસ્તા નવું કંઈ પામવા કંડારીએ જનાબ !

અચરજ ઉછેરી સૂર્યને પણ નિત્યક્રમ પૂછી--

અવઢવ સમું સઘળું જ વ્યાપક છોડીએ જનાબ !

ઉત્તમ કે નબળું એવું કંઈ પૂછો નહીં મને;

મોતી- હીરા ને ઝેવરાતો જોખીએ જનાબ !

Rate this content
Log in

Similar gujarati poem from Classics