STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

વિજયપથ

વિજયપથ

1 min
12

વિજયપથ કદી સસ્તો નથી હોતો,
તેથી એનો સરળ રસ્તો નથી હોતો !!

એક જ કદમ તો ચાલવાનું હોય છે,
ને રસ્તો કદી પણ ખસતો નથી હોતો !!

અંતરયાત્રા પથે ન કોઈ નિશાન,
એના માટે તૈયાર નકશો નથી હોતો !!

છે પથ અલગારી એકલા આદમીનો, સંગી સાથીનો કોઈ શિરસ્તો નથી હોતો !!

બધા પ્રલોભનોથી પર છે વિજયપથ,
હર આદમી અહીં ફરિશ્તો નથી હોતો !!

 "પરમ" રસ્તો કરી જાય ચટ્ટાનોમાં જે,
આદમી એ "પાગલ" અમસ્તો નથી હોતો !!

 ગોરધનભાઈ વેગડ
 (પરમપાગલ - સુરત)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational