STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

આખરી લક્ષ

આખરી લક્ષ

1 min
4

આદત પાકી થયા પછી એમ જશે નહીં, તોફાન નહીં કરું તો દિવસ જશે નહીં !  

દિલ બાળીને ધ્રૂજતા હાથ શેકી લો, સીધો તાપ આંગણે હવે આવશે નહીં !

તારી જરૂર છે,પણ મને ખબર છે, ચટ્ટાનોમા નાખેલી ચીસ કામ આવશે નહીં !

આ વખતનો વરસાદ સાવ અલગ છે, સાંબેલાધાર ની એને ખબર હશે નહીં !

વજૂદના છોતરા કાઢી નાખશે જમાનો, પણ સન્માનમાં કચાશ રાખશે નહીં !

અટ્ટહાસ્ય ની આરપાર કવિ જ જોશે, આ પારખી નજર બધે મળશે નહીં !

"પરમ" ને જ આખરી લક્ષ માન્યા વગર, અલગારી "પાગલ" પન આવશે નહીં !

ગોરધનભાઈ વેગડ
(પરમ પાગલ) - સુરત


સામગ્રીને રેટ આપો
લોગિન