STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

ફકીરીમાં અમીરી

ફકીરીમાં અમીરી

1 min
0

ભાવ સાથે અટકચાળા શું કરવા,
પછી શબ્દોના સરવાળા શું કરવા !! 

તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી,
એના દરવાજે તાળા શું કામ મારવા !!

વહેતા ઝરણા જેવો છે આ સમય, ઉભેલા જળમાં કુંડાળા શું કરવા !!

ભય તોળાઈ રહ્યો ડાળખીઓ પર, હવે ભેગા કરી તણખલા શું કરવા !!

પ્રેમમાં એક ને એક બે થાય નહીં કદી, ખબર ન પડે ત્યાં ગોટાળા શું કરવા !!

ફકીરીમાં માણી ભીતરની અમીરી,
તો હવે અમથા ઉચાળા શું ભરવા !!

"પરમ" માણી રહ્યો જે પ્રત્યેક પળ, એ "પાગલ" ને પછી ટોણાં શું મારવા !!


Rate this content
Log in