STORYMIRROR

Falguni Parikh

Inspirational Classics

4  

Falguni Parikh

Inspirational Classics

હ્રદયાનુભૂતિ

હ્રદયાનુભૂતિ

1 min
27K


હ્રદયાનુભૂતિના દ્રારે સ્પંદનોની ટપાલ મળી, 

અંધ તમશના અજ્ઞાને કોહિનૂરની જાણે ચમક ભળી.

સ્વરનાદના વિસ્મયથી ગૂંજી ઉઠ્યા બ્રહ્માદી તરંગો,

અનુબંધના જળબિદુઓની જાણે શાશ્ચતતા ફળી.

પ્રેમાદ્રી શબ્દોની સુગંધના વ્યાપક પડઘા સાથે જો,

ઋજુતાના એરણે સ્નેહસ્ટફટિકની આખી બની કળી.

અતૃપ્ત તૃષ્ણાના રાફડામા અનેકો દુ:ખોના મૂળ,

જડ- ચેતનના સૂક્ષમાનુભૂતિ એ પ્રપંચોના જાળા ગળી.

પ્રબળ જિજીવિષાના તરફડાટે ના જાને કેમ આ;

જીવનસ્ત્રોતના મૌલિક સેતુએ શ્ચાસની બની નળી?

મૃત્યુના રથના રણકારે શરણાગતિ સ્વીકારી એને,

આનંદભૂતિના પુષ્પે પરિશુધ્ધતા નું કેવું શિલ્પ રળી!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational