STORYMIRROR

Falguni Parikh

Inspirational Romance

3  

Falguni Parikh

Inspirational Romance

આપીએ

આપીએ

1 min
437


બેનામી સંબંધોને કોઈ નામ આપીએ,

હ્રદયના સ્પંદનોને કોઈ ઠામ આપીએ.


સાનિધ્યમાં તારા એક એક પળ ગુજરે,

પ્રણય ઊર્મિના હવે સંવાદી દામ આપીએ.


અભિલાષાના ઝરૂખે હવે અઢી અક્ષરના,

નાટકના પડદાને ઉકેલવાનું કામ આપીએ.


અર્થની તૃષ્ણાઓની રંગભૂમિએ હવે જો,

સમીકરણી કૌંસના મહાવરા આમ આપીએ.


સંભાવના- ભ્રમણા વચ્ચે ઘેરાયેલી પ્રીતને,

નખશિખ વીંધીને અક્ષરોના જામ આપીએ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational