STORYMIRROR

Falguni Parikh

Others

3  

Falguni Parikh

Others

મઝા ઓર હોય છે

મઝા ઓર હોય છે

1 min
27.9K


અહીં પંથ પૂછવાની મઝા ઓર હોય છે

ભૂલા પડી જવાની મઝા ઓર હોય છે,


સંબંધના બંધનો મુઠ્ઠીમાં ભરી જરા

કોરા અક્ષર થવાની મઝા ઓર હોય છે,


દિલના દર્પણની દાસ્તાન કોણ સાંભળે

વેદના જીવવાની મઝા ઓર હોય છે,


અર્થો લઈ સમજવા ક્યાં જવાનું હવે

ખાલી જગ્યા માત્રની મઝા ઓર હોય છે,


એકાંતની ક્ષણોનો કિનારો સ્વયં કરી

જિંદગી માણવાની મજા ઓર હોય છે!


Rate this content
Log in