STORYMIRROR

Falguni Parikh

Others

3  

Falguni Parikh

Others

શ્વાસનું સગપણ

શ્વાસનું સગપણ

1 min
13.1K


લાગણીનું એવું મારણ છે જરા

બેવફા સંબંધ કારણ છે જરા,


ઝંખનાઓ એટલે આ વેદના

આ પ્રતિક્ષા-ડંખ નાગણ છે જરા,


શ્વાસનું સગપણ ફરેબી નીકળ્યું

ખેલ એના સ્હેજ'અડચણ છે જરા,


આંસુની નિર્મોહી રીધમ છે અહીં

સ્પંદનોના નાદ કામણ છે જરા !


રામજાણે પાયમાલી બંધનો

ત્યાગની સુરાને ધોરણ છે જરા !


Rate this content
Log in