STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Drama Fantasy

4  

Ramesh Patel (Aakashdeep)

Drama Fantasy

હું તો ડુંગરની દીકરી

હું તો ડુંગરની દીકરી

1 min
288

ડુંગરના ઉરનું હું ગાણું,

ઝીલો તો ઝાંઝરિયું નાણું,

હું તો ડુંગરની દીકરી,

 

થોડી શરમાળી,

થોડી નખરાળી,

રે ભેખડોમાં મ્હાલું મદમાતી,

હું તો ડુંગરની દીકરી,

 

સૂંતા વગડાને ઢંઢોળું,

વનપંખીને મેળે રમાડું,

સીંચીં ધરણીને ભરું રસઝોળી,

હું તો ડુંગરની દીકરી,

 

ઓઢું અંગે શશિ પટોળું,

સંત ચરણોને તિર્થે પખાળું,

ખીલું વન નગરે જોબન વિહારી,

હું તો ડુંગરની દીકરી,

 

માણિગર મારો મહેરામણ,

ઝીલું હૈયે નભ ચીતરામણ,

મઢું મલક ઝીલી મેઘ- મટકી,

હું તો ડુંગરની દીકરી !


Rate this content
Log in

Similar gujarati poem from Drama