હળવાશ ૩૦
હળવાશ ૩૦
1 min
151
જીવનમાં હવે એમ હળવાશ ક્યાં છે ?
હૃદયમાં હવે કોઈ મીઠાશ ક્યાં છે ?
સહી તો રહી છું સજા કાયમી પણ,
સજામાં હવે કોઈ નરમાશ ક્યાં છે ?
નથી જો વરસતી હવે આંખ મારી,
ન કોરી, છતાંયે જો ભીનાશ ક્યાં છે ?
કુરુક્ષેત્રમાં કેમ હું થાઉ અર્જુન ?
સમીપે હવે કોઈ અવિનાશ ક્યાં છે ?
રહી છું સદાયે હું યાદો બનીને,
મળે સાથ તારો એ અવકાશ ક્યાં છે ?