રોકાઈ જા
રોકાઈ જા
આવ સદાને માટે રોકાઈ જા.
મીઠા કારણ સાટે રોકાઈ જા.
એક નદી જેવું વ્હેતું છે જીવન,
થોડું એનાં ઘાટે રોકાઈ જા.
ધસમસતી જો'ને ગાડી ચાલે છે,
સાંકળ ખેંચી પાટે રોકાઈ જા.
મળવાં આવે જ્યાં આકાશે ધરતી,
અંતર કાપી વાટે રોકાઈ જા.
બન્ને રસ્તા રોકી ઊભી છું હું,
દોડી આવી ફાંટે રોકાઈ જા.
વેચાણ કરી દેશે એ "ખુશી"ઓનું,
શ્વાસ ભરીને હાટે રોકાઈ જા.
