STORYMIRROR

Sapana Vijapura

Fantasy Inspirational Tragedy

3  

Sapana Vijapura

Fantasy Inspirational Tragedy

આવડે છે?

આવડે છે?

1 min
834


મૌનમાં બોલતાં આવડે છે?

આંખમાં ખોળતાં આવડે છે?


પ્રેમમાં હોય છે જાગરણ પણ,

રાતમાં જાગતાં આવડે છે?


પાંખ તો કોઈ કાપી ગયું છે,

એ વિના ઊડતાં આવડે છે?


વેદના, વેદના, વેદના છે,

આંસુ ને ખાળતાં આવડે છે?


ગાંઠ સંબંધમાં પણ પડી છે

બાંધ્યું ખોલતાં આવડે છે?


નાવડી કે હલેસું નથી પણ

જળ ઉપર ચાલતાં આવડે છે?


ફૂલ ખીલતા રહે છે વસંતે

શિશિરમાં ખીલતાં આવડે છે?


તું કરે છે ખુદાઈનો દાવો

ત્રાજવું તોલતાં આવડે છે?


એ બી સી ડી તો ગોખી ગયો છે

ગુર્જરી બોલતાં આવડે છે?


કોઈ સપનાં હકીકત બને ના

ખ્વાબમાં જીવતાં આવડે છે?




સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy