STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

સાજન

સાજન

1 min
265

નયનથી નયન મિલાવો સાજન,

અગનથી અગન મીટાવો સાજન,


કર્મસંજોગે થૈ મુલાકાત આપણી,

શીદને હજુએ કૈં છૂપાવો સાજન,


વાત છે દિલની દુનિયા શું સમજે,

દૂરી એકમેકની તમે હટાવો સાજન,


અંતરવલોણું તરસતું કૈં કહેવાને,

પરિભાષા પ્રેમની પ્રગટાવો સાજન,


રિસાઈ આજ સજની અબોલાથી,

પ્રેમ પદારથ પ્રદાને મનાવો સાજન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance