STORYMIRROR

Bhavna Chauhan

Romance

4  

Bhavna Chauhan

Romance

આદત

આદત

1 min
401

તને ચાહવાની મને આદત પડી ગઈ છે, 

તારાં પગલે મારું પગલું ભરવાની જાણે, 

મારાં પગને આજકાલ આદત પડી ગઈ છે, 


તને હંમેશા હસતાં જોવાની હવે ચાહત બની ગઈ છે, 

એકલામાં તારી યાદો વાગોળવાની આદત પડી ગઈ છે, 

તને હરદમ નીરખવાની હવે મને જાણે આદત પડી ગઈ છે, 


તારાં ગુસ્સાને પણ પ્રેમથી આવકારવાની આદત પડી ગઈ છે, 

હસતાં ચહેરે આંસુને છૂપાવાની પણ હવે આદત થઈ ગઈ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance