પળો
પળો
પળભરમાં શું થઈ જાય કોને ખબર ?
કોણ કયારે દૂર થઈ જાય કોને ખબર ?
ધબકતું હૃદય કયારે બંધ થઈ જાય કોને ખબર ?
માનવીનું માટીનું તન કયારે રાખ થઈ જાય કોને ખબર ?
કપરી ઘડી કયારે આવી જાય કોને ખબર ?
કહેવું સરળ છે ઘણું, અઘરું તો છે કરવું,
પણ છતાંય કહું છું,
જીવી લો મન મૂકીને, હસી લો દિલ ખોલીને,
એક પળ માટે ભૂલી જાવ જિંદગીના દુ:ખો,
વાગોળી લો મનગમતી યાદો,
રહે ના મનમાં કોઈ વાતનો રંજ,
કહી દો મનમાં સંઘરેલી વાતો,
સમેટી લો થોડી આ પળોની યાદો.
