STORYMIRROR

Bhavna Chauhan

Drama

3  

Bhavna Chauhan

Drama

રાસ

રાસ

1 min
217

પૂનમની ઊગી છે રાત, 

મારો શ્યામ રમે છે રાસ હો.... 

પૂનમની ઊગી છે રાત, 

મારો શ્યામ રમે છે રાસ..  


શ્યામની સાથે રાધા રમે છે, 

જોઈને મારું મન હરખે છે... હો... 

શ્યામની.......... જોઈને મારું...  


હો... મારું મન મોહે મારો શ્યામ, 

રાસ રમે મારો શ્યામ,


રાસ રમતાં કેવો ઝૂમી રહ્યો છે, 

રાધાની સંગ કેવો ઘૂમી રહ્યો છે, હો.... 

રાસ રમતાં..... રાધાની સંગ....  


મને માયા લગાડે મારો શ્યામ, 

રાસ રમે મારો શ્યામ..  


ગોપીઓને એણે ઘેલી કીધી છે, 

મોરલીની ધૂને એવી મોહી લીધી છે, હો... 

ગોપીઓને એણે... મોરલીની...  


હો.... મને વ્હાલો રે લાગે મારો શ્યામ, 

રાસ રમે મારો શ્યામ..  


પૂનમની ઊગી.... 

મારો શ્યામ..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama