કાના
કાના
હથેળીમાં એક રેખા તારાં નામની કાના,
બની ગઈ એને જોઈ ધન્ય હું તો કાના,
મહેંકી ઊઠે છે શ્વાસ તારાં નામથી કાના,
ગૂંજી ઊઠે છે ધુન અંતરમાં તારી કાના,
હરખી ઊઠે છે મન તને નિહાળી કાના,
વરસી પડે છે પછી હેત તારાં પર કાના,
ચમકી ઊઠે છે તારાં ચહેરાની આભા,
ધારણ કરે જ્યારે તું પિંતાબરી વાઘા,
આંખોમાં એક તસ્વીર બસ તારી કાના,
બની ગયો છે મારો જીવન આધાર કાના.
