Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Chauhan

Abstract

4  

Bhavna Chauhan

Abstract

વિચારો

વિચારો

1 min
401


ઘણીવાર વિચાર્યું કે આ વિચારો

ના આવતાં હોત તો કેટલું સારું ! 


પછી એ પણ વિચાર્યું કે જો

એ ખરેખર વિચારો જ ના આવે તો

શું થાય ? 


કેટકેટલાં વિચારો,અસંખ્ય અને

ઢગલાબંધ વિચારો, 

જાણે મગજ પણ તો વિચારોનું જ સામ્રાજ્ય, 

ચારે બાજુનાં વિચારો આવે, 


કેટલાક સારા આવે તો કેટલાક નરસા આવે, 

કેટલાક તો હસાવી દે તો

ઘણા આવતા જ આંખો પણ છલકાવી દે

એવાં આ વિચારો, 


મન પર સતત ચાલતો રહેતો 

વિચારોનો મારો, 

કયારેક તો લાગે કે હવે તો ફાટી જશે આ માથું, 


કયારેક ગમતાં, કયારેક અણગમતાં, 

અણધાર્યા ને વણનોતર્યા આવી ચઢે આ વિચારો, 

ગમે ત્યારે, ગમે તે રીતે, 

આવી જ જાય આ વિચારો, 


એને હડસેલો, હડધૂત કરો, 

એને અપમાનિત કરો, 

એને રોકો છતાંય, 

રોકાય તો નહીં જ આ વિચારો, 

ખબર નહીં શું ચીજ છે આ વિચારો ! 

વિચારી વિચારીને વિચાર્યું

તોય પણ મને ના સમજાયાં આ વિચારો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract