Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Chauhan

Inspirational

4.0  

Bhavna Chauhan

Inspirational

પાંજરામાં પૂરાયેલાં પક્ષી

પાંજરામાં પૂરાયેલાં પક્ષી

1 min
130


હું ભોળું, માસુમ ને,

પ્યારું પારેવડું,

 

જૂઓને કેવું પાંજરે પૂરાયું ! 

જન્મીને આ વિશાળ વિશ્વમાં આવ્યું,

જાણે ઈશના આશિષથી જગતમાં આવ્યું,

 

હળવે હળવે મેં પાંખ ખંખેરી, 

ઊંચે આકાશમાં ઊડાન ભરી,

પણ આ અચાનક શું થયું ? 

એક દિવસ હું કોઈની નજરમાં આવ્યું,

 

એને તો લઈને મને પાંજરે પૂર્યુ,

છીનવાઈ ગઈ મારી આઝાદી, 

મારાં શ્વાસ પર જાણે લાગી ગઈ કોઈ બેડી,

 

ટગર ટગર હું જોતું રહ્યું આ માનવીને ! 

કેટલો કઠોર ? કેટલો ક્રૂર ? 

કુદરતનો બનાવેલો આ માનવી

આજે શાને બન્યો પિશાચ ? 

હું તો અબૂધ ને લાચાર જીવ ! 

બસ એને જોતું જ રહી ગયું,

 

ના કંઈ બોલી શકું હું, 

ના બહાર આવી શકું હું,

મારી વેદનાનો નહિ પાર, 

લાગે મને ત્રાસ અપાર,

 

હે માનવી ! તું શાને નિભાવે આ વેર ? 

મેં તો નથી કરું કોઈ એવું કામ ! 

તું આપે મને કેમ આ સજા ? 

મેં નથી કર્યો કોઈ અપરાધ ! 

સતત વિચારે તું મીરાં

પણ મળ્યો ના તને કોઈ જવાબ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational