સ્મૃતિ
સ્મૃતિ
થોડી કડવી, થોડી મીઠી,
થોડી હળવી, થોડી અઘરી,
આજે ફરી એકવાર
વાગોળવી છે એ વીતેલી પળો,
ઘંટ વાગતાં જ શાળાનો, સૌ બેસી છતાં ચપાચપ,
ક્યારે ? કયાંથી આવે મોટાં સાહેબ ?
એમનાં ડરથી અમે સૌ થર થર ધ્રુજતાં,
જે દિવસે ના થાય લેશન પૂરું,
હાથ પર વાગતી સોટી સટાસટ,
પડતી જ્યારે રીસેષ અમે દોડતાં,
પીલુડાંની મોજ માણવાં,
ક્યારેક ચણીબોર, ક્યારેક કોઠાં,
ક્યારેક બોર, ક્યારેક આંબલી ખાટી,
રોજ થતી મિજબાની,
ક્યારેક ખો ખો, ક્યારેક પકડદાવ,
ક્યારેક સંતાકૂકડી,કયારેક લંગડી,
રોજ રમતાં નવી રમત,
મોનીટરનો વર્ગમાં રુવાબ મોટો,
સાહેબનો એ ચાપલુસો ખોટો,
પરીક્ષાની લાગતી ઘણી બીક,
પરિણામ આવતાં પપ્પા લેતાં હાથ,
મનમાં હરખાતાં આપતાં મને શીખ,
કરો મહેનત ને આગળ વધો,
ગુરુ, વડીલોને પગે પડો,
આજે એ સ્મૃતિ આવી ગઈ આંખો આગળ
ને લઈ આવી આંખોમાં ઝળઝળીયા,
