STORYMIRROR

Chhaya Khatri

Romance

4  

Chhaya Khatri

Romance

મુલાકાત

મુલાકાત

1 min
360

એ, મુલાકાત થઈ હતી ખૂબ જોરદાર,

ભીડ જોઈને લાગતી ખૂબ ડર મને. 


ભીડમાં પણ પકડ્યો મારો હાથ એમણે, 

ઈચ્છા હતી રોકવાની, પણ રોકી ના શકી.


એ, મુલાકાત હવે થાસે નહિ વારંવાર,

કારણ, હવે એ હયાત નથી આ દુનિયામાં.

 

ભગવાન ભરોસે ચાલે મારી નૈયા,

એમની યાદોનો જ સહારો, છે હવે જગતમાં. 


ખબર નહિ કેવી ધડીમાં થયો મને અણસાર,

સાથ એમનો ઝંખું હું, સપનામાં આવી બેસે પાસ.


વાતો થાય ધણી પણ સપનામાં,

લાગે છે પાસ મુજ હૈયામાં.


એ, મુલાકાત હવે થાશે નહિ જાણી,

આંખ જાય ભરાઈપણ છે ટાઢક મુજ હૈયે.


સુંદર હતી એ ક્ષણ, થઈ જ્યારે મુલાકાત,

એજ મારા ભરથાર અને એજ મારા ભગવાન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance