માવઠું
માવઠું
વાતાવરણ બદલાય ને માવઠું થાય
માવઠું થાય કોઈપણ સીઝનમાં,
ભર ઉનાળે આવે વાવાઝોડું ...
આંબાનો મોર જાય ઝરી...
થાય બધું વેરણ છેરણ,
પાકનો પણ થાય સત્યાનાશ,
એમાં પાછી વધી જાય મોંઘવારી,
આવે શિયાળો..
ને ફરી થાય માવઠું
મોસમ બદલાય, વરસાદ સાથે પડે કરા...
એ તો ફોડે, કાચ ગાડીના
નાના બાળકો ખૂબ હરખાય ..
માવઠાથી થાય નુકસાન ....
ધૂળની ડમરી ઊડે આમથી તેમ....
ધરમાં પણ ભરાય ધૂળ...
વંટોળ પછીનું શાંત વાતાવરણ
આપે એવી ઠંડક મનને.
