અરજી
અરજી


એક અરજી મોકલી મારા પ્રભુજીના દરબારમાં..
દરબાર હતો ખીચોખચ ભરેલો....
આહાહા.. આટલી બધી અરજી,
સામે બેઠા મહાપ્રભુજી...
પૂછે પ્રભુજી, યમદૂત રાજાને ..
શા માટે આટલી કરી ભેગી અરજી,
બોલ્યા યમદૂત, પ્રભુજી આ તો છે પૃથ્વીના દેવ
ધરતી પુત્ર કરે ખેલ અવનવા ...
અચંબામાં પડ્યો, શું કરવું મારે ?
યમદૂત ને જોઈ એક ચતુર વાણિયો બોલ્યો ..
પ્રભુજી, એક વિનંતી સુણો મારી ...
હું છું વાણિયો, કહેવાય ઊંચી મારી
જાત...
સર્વ પ્રથમ નંબર આવે મારો ....
મારી અરજીનો કરો ઉકેલ....
તુરંત બોલ્યા પ્રભુજી તમે રહ્યા કાળા માથાના માનવી...
તમારા જેવા થવું પડે અમારે...
પ્રભુજી કહે, બોલાવો દેવી વિધાત્રીને...
શાને આટલી થઈ ભેગી, અરજી,
આવ્યા દેવી વિધાત્રી ને કહે, પ્રભુને કરે વિનંતી....
મારું કામ પ્રભુ એટલું, જન્મના છઠ્ઠા દિવસે,
લખવું મારે તથાસ્તુ, પણ આ મનુષ્ય એવો ચાલાક..
કરે પોતાની મનમાની, અને પછી અરજી
અહીં કરે.