શહીદ
શહીદ
વીર જવાન થયા શહીદ, દેશને કાજે આપી જાન..
શહીદ થયા ને નારા લાગ્યા, વાજતે ગાજતે આવ્યું તન....
આપી સલામી વિદાય વખતની, આખુ ગામ ટોળે વળ્યું,
વીર જવાન અમર રહે, દેશ મારો આઝાદ રહે,
આઝાદ દેશ વધ્યો આગળ, પ્રગતિના પંથે ....
શોધાયા અનેક સાધન અને યંત્રો, ઊંચી ઉડાન ભરે ..
ભારત મારો દેશ, વીર જવાન ભાઈઓ ....
આજની નારી આગળ વધી, બની પુરુષ સમોવડી...
સૈનિક બનીને રહ્યા, તડકે અને ટાઢમાં, પરવા ના કીધી પોતાની ...
ભારત દેશનો સૈનિક, કહેવાય વીર જવાન, વીર કિસાન.
