છુટકારો
છુટકારો
છુટકારો લેવો આ જૂનવાણીથી,
આવ્યો નવો જમાનો, થઈ નવી શોધ,
મનુષ્ય જન્મ આવ્યો, મહા મોંઘો
સાથે લાવ્યો પોટલી ભરી ભેટ અને સોગાતો,
આવે જ્યારે ધરમાં નવું કઈક,
આનંદ થાય અને હરખ ના સમાય,
વરસે દહાડે જૂનું થાય, એનાથી જીવ ગભરાય,
છુટકારો જ્યારે એનો થાય, એકદમ રાહતની શાંતિ થાય,
જન્મથી છુટકારો કેમે ના થાય, કર્યા કર્મ પીછો ના છોડે,
કર્મનું પૈડું ચાલે અવિરત, નવો જન્મ થઈને જ રહે,
છુટકારો, લેવો કોનાથી, સંસાર છે ભાઈ,
કોઈ કામ અધૂરા રહેતા નથી,
પરાણે સમય કામ કરાવતો નથી,
છુટકારો, પરાણે લેવાતો નથી.
