ગાતા રહીએ
ગાતા રહીએ
શીર્ષક-નિજાનંદમાં ગાતા રહીએ.
જીવન સરિતા ગાતા રહીએ,
ઘુઘવાટ ઓછો ને ગાતા રહીએ.
મળે મન ત્યાં મળતા રહીએ,
અવગુણ કિનારે કરતા રહીએ.
મનના મેલ રોજ કાઢતા રહીએ,
મુક્ત ગગનમાં વિહરતા રહીએ.
સંગી સનાતન જ નિજાનંદમાં રહીએ,
જે મળે જીવનમાં તેને માણતા રહીએ.
મનમાં ભરીને નહીં 'રાહી' હૃદયથી ગાતા રહીએ,
જીવન ટૂંકી સફર નિજાનંદમાં ગાતા રહીએ.
✍️ કેતનકુમાર કાંતિલાલ બગથરિયા '
