ઢબુકતી રાત્રી
ઢબુકતી રાત્રી
રેશમની ઓઢી ચાદર સપનું પોઢ્યુંં છે,
ઢબુકતી રાત્રીને શમણું જાગ્યું છે,
અરમાન પિતાના માથે વાદળું,
વાદળની છાંયમાં પારેવું પોઢ્યું છે,
વાંચ્છા પૂર્તિ ને પિતા ઓછાયો,
રેશમની ઓઢી ચાદર સપનું પોઢ્યું છે,
ફરે એ પડખાં ને ચાદર ટૂંકી પડે છે,
બાપનાં જીવતરમાં મહેચ્છાઓ ટૂંકી પડે છે,
કૂણી કુમણી આશાઓ જાગે
વાસંતી વાયરે પાનખર વાય છે,
કાળી રાતમાં શમણાં ઊગે,
રેશમની ઓઢી ચાદર સપનું પોઢ્યું છે,
શમણે દેશ પરીઓનો સોહે છે,
આકાશી તારાની અનોખી ભાત,
પિતૃ હૈયે ઉમંગ વંટોળિયો ને
રેશમની ઓઢી ચાદર સપનું પોઢ્યું છે,
જીવતરમાં થીગડું ટૂંકું પડે આભ રેલાય છે,
શમણાં પડખાં ફરે ને "રાહી" ચાદર ટૂંકી પડે છે.
