ભાવિ વિચાર
ભાવિ વિચાર
શીર્ષક:-ભાવિ વિચાર
મનનાં મલકને સપનાં ભાવિના ગમે છે,
જૂજ હોય હૈયું કે જે વર્તમાનમાં જીવે છે.
સપનાં પાથરે મન, જીવન જીવાય નહીં,
ભવિષ્ય લેખ પાંગળા કર્મ ગતિ જીવે છે.
જીવન બાગમાં જાનકી નાથે કશું જાણ્યું નહીં!
માનવ ભાવિ કિલ્લામાં અક્સર જીવે છે.
ભાવિ પ્રારબ્ધ જીવન રેખા અર્થ સરે નહીં,
મૂંઝવણ જીવને, જીવન ભવિષ્ય આશ જીવે છે.
કર્મયોગ વ્યવહાર પકડી 'રાહી' ચાલે નહીં,
ભાવિ ચિંતન એક પળમાં સો જનમ જીવે છે.
✍️ કેતનકુમાર કાંતિલાલ બગથરિયા 'રાહી'


