STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Abstract

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Abstract

માયા બંધન

માયા બંધન

1 min
18

રંગે રંગે નહીં ભરમાવ જગમાં, 

રંગપતિ શ્યામ રંગ દઈ દે સંગમાં,

પચરંગી દુનિયા અતરંગી ભટકે જગમાં,

માયા પતિએ રચી કેવી માયા જગમાં,


રંગ વિના ઝરણાં ખળખળ વહે જગમાં,

અડીખમ ઉન્નત પહાડ ઊભા સંગમાં,

ઉષા, સંધ્યા મસ્તી રંગ રેલે જગમાં,

રંગહીન નભ જકડી બેઠું સઘળું જગમાં,


અંતે રાખ કે દફન શરીર થવાનું જગમાં,

શું રંગ દેખાડે સંસાર સંગમાં,

રંગે રંગત રહે સકળ જગમાં,

વિના રંગે મુક્તિમાં રંગત રહે ન જગમાં,


ઉલટ સૂલટ શ્વાસ જાય જગમાં,

તેજ રંગ ભટકે તવ સંગમાં,

તૂટે માયા બંધન આ જ જગમાં,

"રાહી" હરિવર હરખી ઝાલે હાથ જગમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract