પનિહારી
પનિહારી
1 min
382
પનઘટ પર નાર કોઈ નર્તન કરે,
જીવન બર્તન રોજ નવા ભાવ ધરે,
પનિહારી પાણી પિપાસા પ્રિય સાદ કરે,
ઉર ઉમંગ ઉભરાઈ જલ બર્તન ધરે,
પ્યાસા પથિક પનઘટને સાદ કરે,
બલખાતી પનિહારી જોઈ ધીરજ ધરે,
પાલનહાર પનઘટના ભેદભાવ કરે,
જીવ ઘટ નિજ ભાવ હરિ ઉર ધરે,
જીવન પનઘટ જીવ ભાવ પીધાં કરે,
"રાહી" ભાવ જેનાં જેવા જલ જીવન ધરે.
