ફરક
ફરક
StoryMirror
52 Weeks Writing Challenge – Edition 7
Submission of Gujarati Poem – Poem No. 33
August 16, 2024
ફરક
શબ્દોને સમજવું જરૂરી છે સંદર્ભ સાથે, શબ્દના અલગ અનુસંધાન છે
પરિસ્થિતિ પ્રમાણે અર્થ બદલે, ભલેને ઘણા શબ્દ લાગે એક સમાન છે
પરિસ્થિતિ કરાવે ચુપ અને સમજશક્તિ લઈ જતી હોય છે મૌન તરફ
ભલેને ચુપ રહેવું અને મૌન રાખવું શબ્દ લાગે એક સમાન છે
સુતા રહેવામાં છે આરામનો સંદર્ભ તો ઊંઘતા રહેવું દર્શાવે છે ગાફેલ
ભલેને સૂતા રહેવું અને ઉંઘતા રહેવું શબ્દ લાગે એક સમાન છે
વરસાદમાં ક્યારેક પલળતા હોઈએ તો ક્યારેક વરસાદ ભીંજવી જાય
ભલને પલળવું અને ભીંજાવું શબ્દનો સાદ લાગે એક સમાન છે
જીવવું શબ્દમાં છે જીવંતતા તો જીવતા રહેવું છે જિંદગીની શુષ્કતા
ભલને જીવવું અને જીવતા રહેવું શબ્દ લાગે એક સમાન છે
હારવું અને હારતા રહેવું શબ્દનો ફરક સમજો યુધિષ્ઠિરના પાત્ર થી
ભલને હારવું અને હારતા રહેવું શબ્દ લાગે એક સમાન છે
ધર્મ સાંકળે છે કોઈ ધર્મ કે જાત સાથે, આધ્યાત્મિકતા વાળે છે પોતાની જાત તરફ
ભલને ધર્મ અને આધ્યાત્મિકતા શબ્દ લાગે એક સમાન છે
ભગવાન યાદ અપાવે છે કોઈ ધર્મની, પરમતત્વ દર્શાવે છે કુદરત નું સત્વ
ભલને ભગવાન અને પરમતત્વ શબ્દ લાગે એક સમાન છે
ભરત ડી ઠક્કર, ‘સૌરભ’
ગાંધીધામ – કચ્છ
