દિવાળી – મનની સફાઈ માટે પણ રહો સભાન
દિવાળી – મનની સફાઈ માટે પણ રહો સભાન
StoryMirror
52 Weeks Writing Challenge – Edition 7
Submission of Gujarati Poem – Poem No. 42
October 25, 2024
દિવાળી – મનની સફાઈ માટે પણ રહો સભાન
આપણી દિવાળી એ તો, સફાઈનો અનેરો મહિમા ગાતો લોકપ્રિય તહેવાર છે
ઘર અને દુકાનની સફાઈ સાથે, મન ની સફાઈ માટે પણ રહેવાનું તકેદાર છે
ઘર અને દુકાનની સફાઈ તો કદાચ કરાવી શકાય આઉટસોર્સીંગ થી પાર
મન ની સફાઈ ન થઈ શકે બીજા દ્વારા, મનની સફાઈ નો તો ખુદ પર જ મદાર છે
વર્ષ દરમ્યાન થયેલ સાચા ખોટા અનુભવ, મનમાં બનીને રહે છે મસમોટો ભાર
નકામા રહેતા ભારને વેંઢારવું છે નકામું, આ ભારને ફેંકી દેવા માં જ સાર છે
મનમાં સંગ્રહ કરેલા પૂર્વગ્રહો, ઈર્ષા, ક્રોધ,
ઉદાસી અને નકારાત્મકતા બનાવે છે માનસિક બિમાર
બધી ખોટી માનસિકતાને સાફ કરી નાખવી, એ જ માનસિક બિમારીની બની રહે સારવાર છે
સંબંધમાં ઘણી વાર ખારાશ રૂપી રજ જામી જાય છે દિલો દિમાગ પર બનીને ખારનો તોખાર
મનની ખારાશ ને મીઠાશ સાથે બદલી લ્યો પ્રેમ થી, સંબંધ બની રહે સદાબહાર છે
અમને અંધારા માં થી અજવાસ તરફ લઈ જાવ, દિવાળીના દીવાનો છે એ પવિત્ર ચિતાર
મન ની સફાઈ થકી, મનના અંધારા ઉલેચીએ તો, અલૌકિક અજવાસ થાય સાકાર છે
ભરત ડી ઠક્કર, ‘સૌરભ’
ગાંધીધામ – કચ્છ