STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

જાપ નો જાદુ

જાપ નો જાદુ

1 min
197

StoryMirror

52 Weeks Writing Challenge – Edition 7

Submission of Gujarati Poem – Poem No. 43

November 2, 2024


 

જાપ નો જાદુ 

 

 

ભગવાનના જાપ નો, સહુની જિંદગીમાં અલૌકિક આધાર છે

ભગવાનના નામ છે પારસમણિ જેવા, લાવે જાદુઈ ફેરફાર છે

 

સ્નાન કરતા કરતા જ્યાં સ્મરે છે, ભગવાન નામ ને

ત્યારે સ્નાન માં જાણે, ગંગા સ્નાન થાય સાકાર છે

 

રસોઈ બનાવતા સમયે જો, લેવાતું રહે ભગવાનનું નામ

ભોજન માં પ્રવેશે ભગવાન, થાય પ્રસાદીનો સાક્ષાત્કાર છે

 

કામ કરતા સમય જ્યારે, હોય અંદરથી ભગવાનનો ભાવ

કામ જ જાણે પુજા નો, બની રહે સરળ દ્વાર છે

 

જે ઘર માં સર્વે ભજતા હોય, હરી ના ભજન ભાવ થી

એ અનોખો ઘર માં, મંદિરનો અનુભવાય અનોખો ચિતાર છે

 

જે સંઘ પગે ચાલતા ચાલતા, ગજવતો રહે ભગવાનનું નામ

થાક લાગે નહીં પગપાળાનો, એ યાત્રા બની રહે સદાબહાર છે

 

 

ભરત ડી ઠક્કર, ‘સૌરભ’

ગાંધીધામ – કચ્છ

 

 

 



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract