દીકરી .
દીકરી .
પાપા પગલી કરી ઘર આખું ગુંજવતી દીકરી,
વિજયની લહેર બની ઘરને એ છલકાવતી દીકરી,
જેના પગલાં ઘરમાં થાય ને ગુંજે રણકાર એ દીકરી,
ઘરમાં છે જેને દીકરી થાય છે ભવપાર એ દીકરી,
શુભ કાર્યમાં જોઈ લઈએ એના મુખ નું કિરણ એ દીકરી,
પછીના જોવી પડે રાહ એ શુભ મુહૂર્તની દીકરી,
જેના સમયે થયો છે ઘરમાં ખુશી નો વરસાદ એ દીકરી,
ઈશ્વરે આપેલી ભેટ મા બાપને પવિત્ર છે એ દીકરી,
વિદાય થાય ત્યારે કઠોર હદયી પિતા રડી પડે તે છે દીકરી,
પિતાના સુખ દુઃખનો સાથી છે એ દીકરી,
