ગીતા
ગીતા
માનવ જગને કહેવી છે એક જ વાણી, જેમાં છે કૃષ્ણ અર્જુન ની કહાણી,
ભગવાન મુખે ઉચ્ચારેલી આ છે અદભુત વાણી, જે બની છે વિશ્વના કલ્યાણની માર્ગદર્શિણી,
માનવ માટે પુસ્તક નહીં, જીવનનું સાચું મસ્ત છે ગીતા, જેના ઘરમાં ગીતા તેના મનમાં સુવાસ કૃષ્ણની ગીતા,
કુરુક્ષેત્રના મેદાનમાં પાર્થના સારથી ભગવાને કહી ગીતા, જીવન જીવવા વિશ્વને અર્પણ છે આ ભાગવદ્ ગીતા,
વિશ્વના દરેક માનવીના મુખે ગુંજે છે ગીતા કેરુ ગાન, છે તો ધર્મ અધર્મનું આ મહાન ગીતા કેરુ ગાન,
પરમાત્માએ જીવનની રીત શીખવી આ શાણી, ભગવત ગીતા માં છે શ્રી કૃષ્ણએ ઉચ્ચારેલી વાણી,
માનવીના પળપળ ના સંગ્રામ નો જવાબ છે ગીતા, સાક્ષાત ભગવાન મુખે ગીતે ગવાઈ આ છે,મોરી ગીતા,
ધન્ય છે ભારતની ભોમકા સુણવા મળી ગીતાની લ્હાણી, સંજયે ધૃતરાષ્ટ્રને સુણાવી આ કૃષ્ણ અર્જુન ની કહાણી,
