વાહ! કુદરત
વાહ! કુદરત
1 min
13
વાહ! દિન નાથ તારી, કરામત કેટલી મનોહર છે.
પ્રકૃતિ નાં ખોળે તે આ કુદરતી રંગો સજાયા છે,
મોરલા ની પીંછી માં કેવા તે સતરંગી રંગ્યા છે રંગ.
માથે કલગી ને મીઠો ટહુકો આપ્યો છે તેને સંગ,
કોયલને કુકુ, કબૂતર ને ઘુઘુ આપ્યો છે તે સુંદર નાદ.
સંધ્યા સમયે થાય છે ક્યાંક વન માં મોરનો એ સાદ,
મનગમતા નાદ, સાદ, રંગ આપ્યા છે તે પોપટ ને સંગ.
લતાઓ અને પુષ્પ ને રંગ્યા છે તે તારાજ રંગે,
ઉદય થી અસ્ત આ નિરાલી કળા છે તારી.
વસુંધરા ની રજ છે તારા થીજ જગ પ્યારી,
